ટ્રાન્સક્રિપ્ટ
પરિચય
ચાલો વર્ડપ્રેસ 6.7 સાથે રજૂ કરવામાં આવેલી કેટલીક નવી સુવિધાઓનું અનુસંધાન કરીએ, જેમ કે નવી ટવેન્ટી ટવેન્ટી-ફાઇવ ડિફોલ્ટ થીમ, નવીન ઝૂમ આઉટ વ્યૂ, ફૉન્ટ પ્રીસેટ્સને ઓવરરાઈડ કરવાની ક્ષમતા અને ક્વેરી લૂપ બ્લોકમાં કરવામાં આવેલા સુધારાઓ, જે તો ફક્ત થોડી વિશેષતાઓ છે. તો ચાલો સીધા જ શરુ કરીએ.
ટવેન્ટી ટવેન્ટી-ફાઇવ
સૌપ્રથમ નવી ડિફોલ્ટ ટવેન્ટી ટવેન્ટી-ફાઇવ થીમ, જે તમને શૈલીની વિવિધતાઓ તેમજ વ્યાપક પેટર્ન લાઇબ્રેરી પ્રદાન કરે છે. જ્યારે તમે નવું પેજ બનાવો છો ત્યારે તમે અસંખ્ય સ્ટાર્ટર પેટર્ન્સ અથવા પેજ પેટર્ન્સમાંથી કોઈ એક પસંદ કરીને તેને આધાર તરીકે ઉપયોગ કરી શકો છો. આ સેટિંગને બંધ કરવા માટે ઉપર જમણે ત્રણ ઉભા બિંદુઓ પર ક્લિક કરો, ‘પસંદગીઓ’ પસંદ કરો અને પછી ‘સ્ટાર્ટર પેટર્ન’ દર્શાવવા માટેનું વિકલ્પ પસંદ કરો કે નાપસંદ કરો. ભલે તમે પોર્ટફોલિયો સાઇટ ચલાવતા હોવ, ફોટો બ્લૉગ કે સમાચાર સાઇટ ચલાવી રહ્યા હોવ, આ થીમ તમને જરૂરી સુગમતા પ્રદાન કરે છે. તેમાં વિવિધ બ્લોક્સ અને લેઆઉટ્સ છે, જે તમારી સામગ્રી અનુસાર વેબસાઇટ બનાવવા માટે મદદરૂપ થાય છે.
ઝૂમ-આઉટ દૃશ્ય
6.7 સાથે આવેલી પહેલી અને મારી મનપસંદ નવી સુવિધા એ નવીન ઝૂમ-આઉટ દૃશ્ય છે. આ સુવિધા તમને વ્યક્તિગત બ્લોક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પેટર્ન સ્તરે કંપોઝ કરવાની મંજૂરી આપીને સાઇટ બિલ્ડિંગને સરળ બનાવે છે. જ્યારે તમે કોઈ પેટર્ન પસંદ કરો અને ‘+’ આઇકોન પર ક્લિક કરો, ત્યારે તમે ઉપલબ્ધ પેટર્ન એક ક્લિકમાં ઉપલબ્ધ પેટર્ન દાખલ કરી શકો છો. જ્યારે તમે પેટર્ન દાખલ કરો છો ત્યારે તમે બ્લૉક ટૂલબારનો ઉપયોગ કરીને બ્લૉકને નવી સ્થિતિએ ખસેડી શકો છો અથવા તેને ડુપ્લિકેટ કરવા માટે નકલ બનાવી શકો છો અથવા પેટર્નને કાઢી નાખવા માટે કરી શકો છો. બીજો અપડેટ એ છે કે પેટર્ન વચ્ચે ફેરફાર કરવાની વિકલ્પ માત્ર ઝૂમ-આઉટ દૃશ્ય માં જ ઉપલબ્ધ છે. આ સુવિધાથી તમે ઝડપથી પેટર્ન બદલી શકો છો અને તમારી જરૂર મુજબ બીજો પેટર્ન શોધી શકો છો. ઝૂમ-આઉટ દૃશ્યને વધુ મજબૂત બનાવવા માટે, ટોચના સ્તરના કન્ટેનર બ્લૉક્સ અને એવા કોઈપણ વ્યક્તિગત બ્લૉક્સ જે કોઈ કન્ટેનરમાં ન હોય, તેમને સ્ટાઈલ કરવાના વિકલ્પો હજુ પણ ઉપલબ્ધ રહે છે. અને જેમ તમે ટવેન્ટી ટવેન્ટી-ફાઇવ થીમમાં જોઈ શકો છો, તમે પેટર્ન્સ પર સ્ટાઈલ ભિન્નતા લાગુ કરી શકો છો.
પૃષ્ઠભૂમિ છબીઓ
વર્ડપ્રેસ 6.7 બેકગ્રાઉન્ડ ઇમેજ સપોર્ટને પણ વિસ્તૃત કરે છે. હવે તમે તમારી સાઇટ પર વધુ ડિઝાઇન લવચીકતા ઉમેરતી પૃષ્ઠભૂમિ છબીઓ સાથે અવતરણ અને શ્લોક જેવા સામગ્રી બ્લોક્સને કસ્ટમાઇઝ કરી શકો છો. આ ઉન્નતીકરણ નેસ્ટિંગ બ્લોક્સની જરૂરિયાતને દૂર કરે છે જે વ્યક્તિગત બ્લોક્સમાં બેકગ્રાઉન્ડ ઇમેજ ઉમેરીને ઇચ્છિત દેખાવ પ્રાપ્ત કરવાનું સરળ બનાવે છે.
ક્વેરી લૂપ બ્લૉક
ક્વેરી લૂપ બ્લોકમાં પણ કેટલાક નોંધપાત્ર સુધારાઓ થયા છે. તે હવે આપમેળે તમારા ટેમ્પ્લેટમાંથી ક્વેરી વર્તમાન પરિસ્થિતિ મુજબ અપનાવી લે છે જેથી તમે વધારાની ગોઠવણી વિના તમારી પોસ્ટ્સ તરત જ જોઈ શકો. સાથે સાથે, નવા ટૉગલ વિકલ્પો તમને ડિફોલ્ટ અને કસ્ટમ ક્વેરી વચ્ચે સરળતાથી સ્વિચ કરવાની મંજૂરી આપે છે, જેને કારણે શરૂઆત કરતા નવા યુઝરો અને એડવાન્સ્ડ યુઝરો બંને માટે તેમની સામગ્રીનું સંચાલન કરવાનું વધુ સરળ બનાવે છે. તમે એ પણ જોશો કે કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી સેટિંગ્સ જેમ કે પ્રતિ પૃષ્ઠ પોસ્ટ્સ ટૂલ બારમાંથી સાઇડબાર સેટિંગ્સ પેનલમાં ખસેડવામાં આવી છે. હજી એક નવી ઉમેરાયેલ ફીચર છે, પોસ્ટ ફોર્મેટ દ્વારા ક્વેરી લૂપને ફિલ્ટર કરવાનો વિકલ્પ. જ્યારે તમે ફોર્મેટ પસંદ કરો ત્યારે તમે સંબંધિત પોસ્ટ ફોર્મેટ પસંદ કરીને તમારી ક્વેરીને ફિલ્ટર કરી શકો છો. આ ઉપરાંત, જ્યારે કોઈ એક પોસ્ટ અથવા પૃષ્ઠ પર ક્વેરી લૂપ બ્લોક ઉમેરશો ત્યારે સેટિંગ્સ આપમેળે તે સંદર્ભમાં કાર્ય કરવા માટે ગોઠવાઈ જશે.
ફૉન્ટ વ્યવસ્થાપન સુધારાઓ
ચાલો હવે ફૉન્ટ વ્યવસ્થાપન સંબંધિત કેટલીક અપડેટ્સ પર ચર્ચા કરીએ. સૌપ્રથમ, તમે હવે તમારી થીમના ફૉન્ટ સાઇઝ પ્રીસેટ્સ કસ્ટમાઇઝ કરી શકો છો. જ્યારે આપણે ટાઇપોગ્રાફી વિભાગમાં જઈએ અને ટેક્સ્ટ પસંદ કરીએ, ત્યારે આપણને Small થી લઈને XXL સુધી લેબલવાળી પૂર્વવ્યાખ્યાયિત ફૉન્ટ સાઇઝ જોવા મળે છે. આ અલબત્ત બ્લોક એડિટરના અન્ય ભાગો માટે પણ લાગુ પડે છે અને ઉદાહરણ તરીકે, જો તમે તમારા હેડિંગ લેવલ્સની ફૉન્ટ સાઇઝ અપડેટ કરવા માંગતા હો. આ પૂર્વવ્યાખ્યાયિત સાઇઝને તમે નિર્ધારિત ગુણધર્મો સાથે કસ્ટમાઇઝ કરી શકો છો. એટલે, જ્યારે આપણે ફરી ટાઇપોગ્રાફી વિભાગમાં જઈએ અને તળિયા સુધી સ્ક્રોલ કરીએ, ત્યારે આપણે ફોન્ટ સાઇઝ પ્રીસેટ્સ પસંદ કરી શકીએ છીએ. હવે તમે આમાંથી કોઈપણ સાઇઝને સમાયોજિત કરી શકો છો અથવા નવો કસ્ટમ પ્રીસેટ ઉમેરી શકો છો. તમને અહીં ફ્લુઇડ ટાઇપોગ્રાફી નામની એક નવી સુવિધા પણ મળશે, જે ફોન્ટ સાઇઝને ગતિશીલ રીતે સ્કેલ કરશે. મહત્તમ અને લઘુત્તમ ફૉન્ટ સાઇઝ નિર્ધારિત કરીને ફોન્ટ નાની સ્ક્રીન પર આપમેળે એડજસ્ટ થાય છે એ પણ વધારાની ગોઠવણીઓ વગર. બીજું અપડેટ એ છે કે હવે ફૉન્ટ્સને તેમના સ્ત્રોત મુજબ જૂથબદ્ધ કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે થીમ અથવા કસ્ટમ વપરાશકર્તાઓ માટે સરળતાથી સમજાય કે દરેક ફૉન્ટ ક્યાંથી આવે છે તે સમજવામાં મદદ કરે છે.
ટાઇપોગ્રાફી અને રંગના પૂર્વનિર્ધારિત વિકલ્પો
આગળ જ્યારે તમે સ્ટાઇલ્સ બ્રાઉઝ કરો છો ત્યારે તમે જોશો કે ટાઇપોગ્રાફી અને કલર પ્રીસેટ્સ ઉમેરવામાં આવ્યા છે. અને ખાસ વાત એ છે કે તમે આ બંનેને એકબીજાથી સ્વતંત્ર રીતે પસંદ કરી શકો છો. હજુ એક ઉત્તમ ફીચર એ છે કે જ્યારે તમે તમારા હેડર અથવા ફૂટર ટેમ્પલેટ ભાગને પસંદ કરો અને સાઇડબાર સેટિંગ્સ ખોલો છો ત્યારે તમે એક ક્લિકમાં ઉપલબ્ધ પેટર્નમાંથી એક સાથે તે હેડર અથવા ફૂટર ટેમ્પ્લેટ ભાગને બદલી અથવા સ્વેપ કરી શકશો.
માહિતી દૃશ્યો
અને છેલ્લે, ડેટા વ્યૂઝને રિફાઇન કરવામાં આવ્યા છે જેનો હેતુ આ વ્યૂઝને કસ્ટમાઇઝેશન માટે વધુ લવચીક અને ઉપયોગ માટે વધુ કાર્યાત્મક બનાવવાનો છે. તમે તમારા મનપસંદ લેઆઉટ એટલે કે ટેબલ ગ્રીડ અથવા લિસ્ટ પસંદ કરી શકો છો. જ્યારે તમે ઉદાહરણ તરીકે ટેબલ લેઆઉટ પસંદ કરો છો અને વિકલ્પો પર ક્લિક કરો છો ત્યારે તમારી પાસે ફિલ્ટરિંગ વિકલ્પો મળશે અને તમે વિવિધ પ્રોપર્ટીઝને છુપાવી શકશો, તેમને છુપાવી શકશો અથવા તેમને નવી પોઝિશન પર ખસેડી શકો છો. અને જ્યારે તમે ગ્રીડ લેઆઉટ પસંદ કરો છો અને વિકલ્પો પર ક્લિક કરો છો ત્યારે તમે સાઇઝનું પ્રિવ્યુ જોઈ શકશો, દરેક પૃષ્ઠ કેટલી આઇટમ્સ બતાવશો તે નક્કી કરી શકો છો અને પ્રોપર્ટીઝ છુપાવવા અથવા બતાવવા માટે આંખ આઇકન પર ક્લિક કરી ઉપયોગ કરી શકો છો. આ મહત્વપૂર્ણ અપડેટ્સ સાથે સાથે અન્ય ઘણા સુધારાઓના અન્વેષણનો આનંદ માણો.