સંકલિત પેટર્ન ઓવરરાઇડ્સનું શોધખોળ કરો

ટ્રાન્સક્રિપ્ટ

પરિચય

આ પાઠમાં, આપણે શીખીશું કે સંકલિત પેટર્નને કેવી રીતે ઓવરરાઇડ કરવું. યાદ અપાવવા માટે, સંકલિત પેટર્ન એ ફરીથી વાપરી શકાય એવો બ્લોક છે જેમાં ફેરફાર થતાં જ બધાં ઇન્સ્ટન્સેસમાં અપડેટ થાય છે. આ ઉદાહરણમાં, હું મારું સંકલિત પેટર્ન કસ્ટમાઇઝ કરી રહ્યો છું, અને પૂર્ણ થયા પછી, હું સેવ પર ક્લિક કરી શકું છું. જ્યારે હું પેજ પર પાછો ફરું છું, ત્યારે આપણે જોશું કે બંને જગ્યાએ જ્યાં સંકલિત પેટર્નનો ઉપયોગ થયો છે તે અપડેટ થઈ ગયું છે. હવે તમે સંકલિત પેટર્નમાં કન્ટેન્ટ કસ્ટમાઇઝ કરવાની ક્ષમતા ઉમેરી શકો છો, જેમાં શૈલીનું નિયંત્રણ જાળવી રાખવામાં આવે છે — જેને સંકલિત પેટર્નને ઓવરરાઇડ કરવું કહે છે.

ઓવરરાઇડ્સ સક્ષમ કરી રહ્યા છીએ

તો હવે જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે. તમે પેટર્નને કેન્દ્રિય રીતે બનાવી શકો છો અને પછી તેનો ઉપયોગ તમારી સાઇટના અનેક પેજમાં કરી શકો છો. તમે જે પેજમાં આ પેટર્નનો ઉપયોગ કર્યો છે ત્યાંનું કન્ટેન્ટને અલગ અલગ રીતે કસ્ટમાઇઝ કરી શકો છો, પરંતુ જો તમને ડિઝાઇનને બદલવો હોય, તો એ મૂળ પેટર્ન માં જ કરવો પડશે.. અને જ્યારે તમે કેન્દ્રિય રીતે ડિઝાઇનમાં ફેરફાર કરો છો, ત્યારે પેટર્ન જ્યાં જ્યાં ઉમેરાયો હોય ત્યાં બધે તે આપમેળે અપડેટ થઈ જાય છે. ચાલો આને કાર્યરતમાં જોઈએ. આ ઉદાહરણમાં, મેં એક સંકલિત ટીમ સભ્ય પેટર્ન બનાવ્યું છે. ઓવરરાઇડ ફીચર સક્ષમ કરવા માટે, મને સંબંધિત બ્લોક પસંદ કરવો પડશે. જે પહેલો બ્લોક અમે પસંદ કરવા જઈ રહ્યા છીએ તે છે શીર્ષક બ્લોક, અને પછી આપણે સાઇડબાર સેટિંગ્સમાં Advanced વિભાગમાં જઈને ઓવરરાઇડ સક્ષમ કરવા પડશે. તેને યોગ્ય નામ આપો — આ કિસ્સામાં “ટીમ સભ્યનું નામ” — અને સક્ષમ કરો પર ક્લિક કરો. પછી, આપણે આગળના બ્લોક, એટલે કે Image બ્લોક તરફ જઈને ઓવરરાઇડ સક્ષમ કરી શકીએ છીએ અને વર્ણનાત્મક નામ ઉમેરી શકીએ છીએ. પછી, આપણે પેટર્નમાંના બાકીના બધા બ્લોક માટે પણ આ જ પ્રક્રિયા અનુસરી શકીએ છીએ. હાલમાં, આપણે ફક્ત શીર્ષક, ફકરો, Image અને બટન બ્લોક્સને જ ઓવરરાઇડ કરી શકીએ છીએ.

કસ્ટમાઇઝેશન

હવે તમે જમણી બાજુએ જોઈ શકો છો કે મેં પેટર્નને બીજાં પેજ પર ઉમેર્યું છે અને તેમાંનું કન્ટેન્ટ અપડેટ કર્યું છે, પરંતુ મૂળ પેટર્નને કોઈ અસર પહોંચી નથી. હવે, જો હું મૂળ પેટર્નનો બેકગ્રાઉન્ડ કલર બદલો, તો એ બદલાવ આપમેળે મારી સાઇટમાં પેટર્ન જ્યાં પણ ઉપયોગમાં લેવાયો હોય ત્યાં લાગુ થઈ જશે. જ્યારે તમે પેજને રિફ્રેશ કરો છો, ત્યારે તમે જોઈ શકશો કે પેટર્નનો ડિઝાઇન દરેક જગ્યાએ અપડેટ થયો છે.

ચાલો બીજું ઉદાહરણ જોઈએ — આપણે હવે બટન બ્લોકને અપડેટ કરીશું અને તેનો બેકગ્રાઉન્ડ કલર કાળો કરીએ છીએ અને ટેક્સ્ટને સફેદ. ફરી એકવાર, સેવ કર્યા પછી જ્યારે અમે જમણી બાજુનો પેજ રિફ્રેશ કરીશું, ત્યારે આપણે જોઈશું કે ડિઝાઇન દરેક જગ્યાએ અપડેટ થઈ ગઈ છે જ્યાં પેટર્ન ઉમેરાયો છે.

આ સિવાય વધુ એક મહત્વની બાબત એ છે કે તમે તમારી કેન્દ્રિય ડિઝાઇનમાં નવો બ્લોક પણ ઉમેરી શકો છો, આ કિસ્સામાં, વિભાજક બ્લોક ઉમેરીએ અને એકવાર તે ઉમેરવામાં આવે પછી, તે તમારા પેટર્નના દરેક ઈન્સ્ટન્સમાં દેખાશે જ્યાં તેનો ઉપયોગ થયો છે.

નિષ્કર્ષ

સારાંશરૂપે કહેવું હોય તો, સંકલિત પેટર્નને ઓવરરાઇડ કરવાથી વપરાશકર્તાઓ પેટર્નના અંતર્ગત લેઆઉટ અથવા ડિઝાઇન બદલ્યા વગર કન્ટેન્ટ-વિશિષ્ટ ફેરફારો કરી શકે છે.. આ સુવિધાનો ઉપયોગ ક્યુરેટેડ એડિટિંગ અનુભવ સારો બનાવવા, કાર્યપ્રવાહમાં સુધારો, ડિઝાઇનની સ્થિરતા જાળવી રાખવા અને અન્ય ઉપયોગો થઈ શકે છે.

Suggestions

Found a typo, grammar error or outdated screenshot? Contact us.