લૅન્ડિંગ પેજ બનાવો

ટ્રાન્સક્રિપ્ટ

પરિચય

આ પાઠ સંપૂર્ણપણે લેન્ડિંગ પેજ વિશે છે અને આપણે બ્લોક થીમનો ઉપયોગ કરીને પોતાનું લેન્ડિંગ પેજ બનાવશું. લેન્ડિંગ પેજ એ એક માર્કેટિંગ પેજ છે. આ એવું વિશિષ્ટ પેજ હોય છે, જ્યાં તમે કોઈ બાહ્ય સ્ત્રોતથી, જેમ કે સોશિયલ મીડિયા પોસ્ટ, જાહેરાત કે ઇમેઇલથી, આ પેજ પર પહોંચો છો. લેન્ડિંગ પેજનો મુખ્ય ઉદ્દેશ મુલાકાતીઓને કોઈ નક્કી કરેલી ક્રિયા કરવા પ્રોત્સાહિત કરવાનો હોય છે. તમે નોંધશો કે લેન્ડિંગ પેજ પર હેડર નૅવિગેશન નથી, કારણ કે તમે કોઈ પણ પ્રકારના વિઘ્ન દૂર કરીને માત્ર કોલ ટૂ એક્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું હોય છે. મુખ્ય હેતુ એ હોઈ શકે છે કે મુલાકાતીઓને કોઈ સર્વિસ માટે સાઇન અપ કરવા, પ્રોડક્ટ ખરીદવા, મેલિંગ લિસ્ટમાં જોડાવા, અથવા કોઈ અન્ય વિશિષ્ટ ક્રિયા કરવા માટે પ્રોત્સાહિત કરવું.

મુખ્ય ઘટકો

સામાન્ય રીતે સફળ લેન્ડિંગ પેજના ચાર મુખ્ય તત્વો હોય છે. પહેલું છે હીરો સેક્શન, જેમાં ટાઇટલ, સબટાઇટલ, વિઝ્યુઅલ અને કોલ ટૂ એક્શન હોય છે. પ્રસ્તાવ અથવા ટાઇટલ અને સબટાઇટલ સામાન્ય રીતે તમારી ઑફરને કેટલું આકર્ષક અને લલચાવનારી બનાવે છે અને યુઝરે કેમ પગલું ભરવું જોઈએ તે હાઇલાઇટ કરે છે. કોલ ટૂ એક્શન પેજનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે, એટલે ખાતરી કરો કે તે સ્પષ્ટ અને દેખાઈ શકે તેવું હોય. તેમાં “my(મારું)” અથવા “me(મને)” જેવા શબ્દો ઉમેરવાથી તે વધુ વ્યક્તિગત બને છે. પેજનો બીજો મહત્વપૂર્ણ ભાગ એ છે કે તમે જે લાભો આપો છો તેને હાઇલાઇટ કરો. સમજાવો કે તમારું પ્રોડક્ટ અથવા સર્વિસ કેવી રીતે અગાઉના વિભાગમાં આપેલા વચનને પૂર્ણ કરે છે. આગળ, ટેસ્ટિમોનિયલ્સ અને સોશિયલ પ્રૂફ આપવો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેસ્ટિમોનિયલ્સ, આંકડા અને સફળતા કિસ્સાઓ દ્વારા વિશ્વસનીયતા બનાવો. છેલ્લે, સંદર્ભ પ્રમાણે, FAQ વિભાગ પણ ખૂબ ઉપયોગી બની શકે છે. વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબ આપવાથી સંશય દૂર કરવામાં અથવા સામાન્ય પ્રશ્નોના જવાબ આપવાથી મદદ મળે છે.

ઉદાહરણ

આગળ, હું તમને બતાવીશ કે કેવી રીતે મેં બ્લોક થીમનો ઉપયોગ કરીને એક ઈન્ટીરિયર ડિઝાઇન કંપની માટે નીચે આપેલું લેન્ડિંગ પેજ બનાવ્યું. તો, સૌપ્રથમ, મેં Twenty Twenty-Five ડિફોલ્ટ થીમનો ઉપયોગ કરીને આ સાઇટ બનાવી. પછી આપણે સાઇટ એડિટરમાં જઈને, સ્ટાઇલ્સ ઓપન કરીને સાઇટનો બેકગ્રાઉન્ડ કલર Accent 5 કરી શકીએ છીએ, જે થીમના કલર પેલેટનો ભાગ છે. હવે, હું ટેમ્પલેટ્સમાં જઈને મારા લેન્ડિંગ પેજ માટે કસ્ટમ ટેમ્પલેટ બનાવવાનો છું અને તેને યોગ્ય નામ આપવાનો છું. જ્યારે આપણે Create પર ક્લિક કરીએ, ત્યારે ટેમ્પલેટને ખોલીને તેમાં ફેરફાર કરી શકીએ છીએ. હું હેડર દૂર કરીશ, કારણ કે હું મારા લેન્ડિંગ પેજ માટે હેડર નથી રાખવા માંગતો. હું Featured Image બ્લોકને દુર કરીશ અને Group બ્લોકમાંથી થોડું હોરિઝોન્ટલ પેડિંગ પણ દૂર કરીશ, જેથી અનાવશ્યક જગ્યા દૂર થઈ જાય. હવે કસ્ટમ ટેમ્પલેટ તૈયાર થઈ ગયા પછી, આપણે Save પર ક્લિક કરી શકીએ છીએ અને Pages વિભાગમાં જઈ શકીએ છીએ. ત્યારબાદ, હું એક નવું પેજ ઉમેરીને તેનું નામ “Book a consultation” રાખીશ. પેજ બનાવ્યા પછી, આપણે આપણું કસ્ટમ ટેમ્પલેટ એસાઇન કરી શકીએ છીએ. એટલે કે, Pages પર ક્લિક કરીને, સાઇડબાર સેટિંગ્સમાં template પાસે, swap template પસંદ કરી શકીએ છીએ અને પછી આપણે બનાવેલા લેન્ડિંગ પેજ માટે કસ્ટમ ટેમ્પલેટ પસંદ કરી શકીએ છીએ, જેમાં માત્ર ફૂટર જ હોય છે. ત્યારબાદ, હું આખા પેજને થીમમાં આવેલા પેટર્ન્સનો ઉપયોગ કરીને બનાવવાનો છું. તો ચાલો, ઘણા પેટર્ન્સ ઉમેરીને આપણા પેજને સંપૂર્ણ બનાવીએ. હું હીરો સેક્શનથી શરૂઆત કરીશ, પછી ટેસ્ટિમોનિયલ પેટર્ન, અને પછી બીજા વિભાગો ઉમેરતો જઈશ. એક રસપ્રદ વાત એ છે કે જ્યારે તમે પેટર્ન ઉમેરો છો ત્યારે તમે ઝૂમ-આઉટ વ્યૂમાં રહો છો, જેથી પેજ કેવી રીતે બની રહી છે તે જોઈ શકો છો. અને જ્યારે આપણે અલગ-અલગ કેટેગરીમાંથી પેટર્ન્સ ઉમેરતા જઈએ છીએ, ત્યારે પેજનું સ્વરૂપ દેખાવા લાગે છે. અંતે, હું Frequently Asked Questions (FAQ) પેટર્ન અને Call to Action પણ ઉમેરીને પેજ પૂર્ણ કરીશ

હવે આપણે દરેક પેટર્નને એક પછી એક ફેરફાર કરવા શરૂ કરી શકીએ છીએ. જોકે, સૌથી પહેલું સ્ટેપ હું એવું લઉં છું કે દરેક પેટર્નની સ્ટાઇલને સ્ટાઇલ વન (Style 1) માં બદલી દઉં, જે મારી સાઇટના બેકગ્રાઉન્ડ કલર જેવો જ કલર છે. આ ટેસ્ટિમોનિયલ પેટર્ન માટે, હું બીજી કોલમ કાઢી નાખીશ, કારણ કે હું માત્ર ત્રણ ટેસ્ટિમોનિયલ્સ જ બતાવવા માંગું છું. ત્યારબાદ, હું આગળના પૅટર્નમાં પણ સ્ટાઇલ વન (Style 1) લાગુ કરીશ. જ્યારે હું ત્રણ કોલમના પેટર્ન પર જઈશ, ત્યારે હું દરેક કોલમમાંથી ઈમેજ બ્લોક કાઢી નાખીશ, કારણ કે હું આ પેટર્નનો ઉપયોગ કેટલીક આંકડાકીય માહિતી બતાવવા માટે કરવા માંગું છું. પછી, આપણે અંતે છેલ્લાં પેટર્ન માટે પણ સ્ટાઇલ વન (Style 1) પસંદ કરી શકીએ છીએ. હવે હું હીરો સેક્શનને કસ્ટમાઈઝ કરવાનું શરૂ કરીશ. તો, ચાલો ડાબી બાજુનું કન્ટેન્ટ કાઢી નાખીએ અને તેની જગ્યાએ નવું હેડિંગ અને લખાણ મૂકી દઈએ. ત્યારબાદ જમણી બાજુની ઈમેજને મારી મીડિયા લાયબ્રેરીમાં પહેલેથી જ ઉમેરેલી ઈમેજથી અપડેટ કરીશું.

આગળ, આપણે એક કૉન્ટેક્ટ ફોર્મ ઉમેરવાનું છે. આ કરવા માટે, હું પહેલા પબ્લિશ બટન ક્લિક કરીશ અને પછી પ્લગઇન્સ વિભાગમાં જઈશ. આપણે ફોર્મ્સ માટે સર્ચ કરી શકીએ છીએ અને પછી યોગ્ય પ્લગઇન પસંદ કરી શકીએ છીએ. આ કેસમાં, હું WP Forms પ્લગઇન ઇન્સ્ટોલ અને એક્ટિવેટ કરીશ.એકવાર પ્લગઇન ઇન્સ્ટોલ થઈ જાય પછી, હું મારું પહેલું ફોર્મ બનાવીશ, જે ખાલી રહેશે અને તેમાં માત્ર નામ અને ઇમેઇલ ફિલ્ડ ઉમેરીશ. નામ માટે, હું “simple” વિકલ્પ પસંદ કરીશ કારણ કે હું કોઈને તેમની અટક ઉમેરવાની છૂટ આપવા માંગું છું. જ્યારે હું સેટિંગ્સમાં જઈશ, ત્યારે ફોર્મનું નામ “Quote” રાખીશ અને સબમિટ બટન માટેનું લખાણ “Get my quote” રાખીશ જેથી તે વધુ વ્યક્તિગત લાગે. ફોર્મ ઉમેરવા માટે, હું ફોરવર્ડ સ્લેશ WP ટાઇપ કરીશ અને Quote નામનું ફોર્મ પસંદ કરીશ. પછી, હું સાઇડબાર સેટિંગ્સ ખોલીશ અને બટન સ્ટાઇલ્સ સુધી સ્ક્રોલ કરીશ. ત્યારબાદ, બટનનો બેકગ્રાઉન્ડ કલર કાળો અને લખાણનો રંગ Accent 5 કરી દઈશ. હવે, આપણો હીરો સેક્શન કોલ ટૂ એક્શન સાથે તૈયાર છે.

જ્યારે આપણે સ્ક્રોલ કરીને આગળના પેટર્ન સુધી જઈએ છીએ, ત્યારે હું ટેસ્ટિમોનિયલ વિભાગથી ખુશ છું અને માત્ર તેમાંનો કન્ટેન્ટ અપડેટ કરવો છે. તો હવે આપણે આગળના વિભાગ તરફ જઈએ, જે અમારી કંપનીના ઉપયોગ કરવાના ફાયદામાંથી એકને હાઇલાઇટ કરે છે. તો સૌપ્રથમ, હું ઈમેજ બદલીશ અને પછી ડાબી બાજુના કન્ટેન્ટને નવા હેડિંગ અને લખાણથી બદલાઈશ. હું એ પણ સુનિશ્ચિત કરવા માંગું છું કે મારા હેડિંગનું કદ મારા લેન્ડિંગ પેજના બીજા વિભાગોની જેમ XXL રાખું. છેલ્લે, હું ઈમેજ અને કોલમને જમણી બાજુથી ડાબી બાજુ ખસેડીશ. અને પછી, આ વિભાગ પણ પૂરું થઈ જશે. હવે આપણે ત્રણ કોલમના પેટર્ન તરફ જઈએ છીએ, જેમાં અમુક આંકડા બતાવવા છે. તો સૌપ્રથમ, હું હેડિંગ અપડેટ કરીશ અને તેનું કદ XXL કરીશ. પછી હું દરેક કોલમમાં દરેક હેડિંગ માટે સંબંધિત આંકડા ઉમેરીશ, હેડિંગને બોલ્ડ કરીશ અને કદ XXL કરીશ. અને પછી આ દરેક કોલમમાં લાગુ કરીશ. હવે આપણા આંકડા ઉમેરાઈ ગયા છે, તો આપણે નીચેનું લખાણ પણ અપડેટ કરી શકીએ છીએ. તો, પ્રથમ કોલમ માટે: “10 વર્ષનો અનુભવ”, બીજી કોલમ માટે: “+500 ઘરોમાં પરિવર્તન”, અને ત્રીજી કોલમ માટે: “+12 ડિઝાઇન એવોર્ડ્સ.”

છેલ્લું સ્ટેપ એ છે કે દરેક કોલમમાં હેડિંગ અને કન્ટેન્ટ પસંદ કરીને તેને સ્ટેક બ્લોકમાં જૂથબદ્ધ કરો. પછી, દરેક કોલમમાં સ્ટેક બ્લોકનું જસ્ટિફિકેશન સેન્ટર પર બદલો. ત્યારબાદ, આપણો સોશિયલ પ્રૂફ વિભાગ પૂરું થઈ જાય છે અને આપણે આગળના પેટર્ન તરફ જઈ શકીએ છીએ. ફરીથી, આપણે જમણી બાજુની ઈમેજ અને ડાબી બાજુના કન્ટેન્ટને નવા હેડિંગ અને લખાણથી બદલી શકીએ છીએ. ત્યારબાદ હેડિંગનું કદ XXL કરી દઈએ. જ્યારે હું FAQ વિભાગ સુધી જઈશ, ત્યારે તેની ડિઝાઇનથી હું ખુશ છું, પણ હેડિંગનું કદ પણ વધારીશ. અને, સ્વાભાવિક રીતે, પ્રશ્નો અને જવાબો પણ અપડેટ કરવા પડશે. છેલ્લે, આપણે પેજના તળિયે કોલ ટૂ એક્શન અપડેટ કરી શકીએ છીએ. હું હેડિંગને “તમારા સ્પેસીસને રૂપાંતરિત કરો” માં બદલીશ અને નીચેનું કન્ટેન્ટ પણ બદલાઈશ. પછી, હું બટન્સ બ્લોકમાં ફેરફાર કરીશ—બટનનો રેડિયસ 0 કરીશ, બટનનું લખાણ “પરામર્શ માટે બુક કરો” માં બદલીશ અને લખાણને બોલ્ડ કરીશ.

સારાંશ

હવે આપણું લેન્ડિંગ પેજ તૈયાર છે. લેન્ડિંગ પેજ તૈયાર થયા પછી, હવે આપણે આપણા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જાહેરાતો, ઇમેઇલ્સ, અથવા સોશિયલ મીડિયા દ્વારા ટાર્ગેટેડ ટ્રાફિક લાવી શકીએ છીએ.

Suggestions

Found a typo, grammar error or outdated screenshot? Contact us.